આફ્રિકા પ્રવાસના સંસ્મરણો - Swami Sachchidanand

આફ્રિકા પ્રવાસના સંસ્મરણો

By Swami Sachchidanand

  • Release Date: 2004-08-31
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણ જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. 

પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલા પ્રસંગો તો વિચારોનું માત્ર માધ્યમ છે. ઘટનાને માધ્યમ બનાવીને મેં મારા વિચારો-ચિંતન રજુ કર્યું છે. આશા છે કે વાચકોને તેમાંથી કંઈક વૈચારિક ભાથું પ્રાપ્ત થશે. મારું ધ્યેય વાડાથી મુક્ત, અંધશ્રદ્ધાથી મુક્ત, સાચી શ્રદ્ધાથી યુક્ત લોકો સાચા ધાર્મિક બને તેટલું રહ્યું છે. મારો હેતુ ધાર્મિક પ્રવચનોનો હતો. કંપાલા, જીંજા તથા નૈરોબીમાં એક એક મહિનો પ્રવચન થયાં હતાં. ત્યારે ઇંગ્લેન્ડ-અમેરિકામાં આપણાં બહુ માણસો હતાં. એટલે બધા ધર્મપુરુષો આફ્રિકા તરફ જતા હતા. મોટા ભાગે બધા નાણાં પ્રાપ્ત કરવા તથા શિષ્યો મેળવવા અર્થાત સંપ્રદાય વધારવા જતા હતા. મારો બંનેમાંથી એકે હેતુ ના હતો, તોપણ મેં જોયું કે લોકો આડંબરથી વધુ પ્રભાવિત થાય છે.

Comments