મહાભારતની જીવનકથાઓ - Swami Sachchidanand

મહાભારતની જીવનકથાઓ

By Swami Sachchidanand

  • Release Date: 2010-10-26
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

મહાભારત ઋષિગ્રંથ છે અને ઋષિમાર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલન સ્વીકારાયું છે. આ ગ્રંથ માત્ર મોક્ષમાર્ગ નથી કે સતત આત્મા અને પરલોકની જ વાતો કરી હોય, આ ગ્રંથ મુખ્યત: આ લોકનો જ છે. જે લોકો આ લોકની ઉપેક્ષા કરીને માત્ર પરલોકની જ વાતો કર્યા કરે છે તે જીવનભાગુ થઈ જાય છે. જીવનભાગુઓ જીવનના જીવંત પ્રશ્નોને ઉકેલી શકતા નથી. તેઓ પરલોકના કાલ્પનિક પ્રશ્નોમાં જ રાચતા રહી જાય છે. આમ કરવાથી તેઓ પોતાની ઉપયોગિતા ખોઈ બેસે છે. એટલું જ નહિ હાનિકારક પણ થઈ જાય છે. આપણે ત્યાં સંતુલન વિનાનાં એકમાર્ગી અધ્યાત્મે લગભગ આવું જ કામ કર્યું છે. જેનું પરિણામ દુર્બળ પ્રજાના ઘડતરમાં આવ્યું છે.

Comments