કચ્છી કથાઓ - Swami Sachchidanand

કચ્છી કથાઓ

By Swami Sachchidanand

  • Release Date: 2013-10-14
  • Genre: Asian History

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

પ્રસ્તુત પુસ્તક ઇતિહાસના જ્ઞાન માટે નથી, પણ આવી પ્રસિદ્ધ કથાઓ દ્વારા આપણે પ્રાચીનકાળની તથા વર્તમાન વાસ્તવિકતાને કાંઈક સમજી શકીએ તે માટે છે કચ્છની ગદ્દારી કરનાર પૂંજો શેઠ આપણને આપણી જાત પ્રત્યે ધ્રુણા પેદા કરાવે છે. આપણે આવા પણ ગદ્દાર પેદા કરીએ છીએ, જે ચુપચાપ સિંધ જઈને ગુલામશાહ બાદશાહને કચ્છ જીતવા અને રાજકુંવરી પરણાવવાની લાલચ આપીને આપીને કચ્છ તેડી લાવે છે, તો બીજી તરફ મેઘજીશેઠ જેવા શેઠ પણ થયા છે, જેમણે બહાદુરી બતાવીને કચ્છના મંદિરો તુટતાં બચાવ્યા છે. આ ભડવીરની એક સીદીએ હત્યા કરી નાખી. આવા મહાન શેઠને ભૂલી જવાય નહીં.

Comments