ભર્તુહરિનાં બે શતકો - Swami Sachchidanand

ભર્તુહરિનાં બે શતકો

By Swami Sachchidanand

  • Release Date: 2008-09-04
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

પ્રસિદ્ધ માળવાધિપતિ મહારાજા ભર્તૃહરિએ જુદી જુદી અવસ્થામાં ત્રણ શતકો લખ્યાં: 1. શૃંગારશતક, 2. નીતિશતક અને 3. વૈરાગ્યશતક. ભર્તૃહરિ જ્યારે મહારાણી પિંગળાના મોહપ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે શૃંગારશતક રચ્યું. જેમાં નારી અને તેની સાથેની કામક્રીડાની ધન્યતા બતાવી. જાણે કે જીવનનું પરમ લક્ષ્ય જ નારી અને ભોગો હોય તેમ અત્યંત રુચિપૂર્ણ ઢંગથી શૃંગારરસ ભરી દીધો. વાંચનારને એમ જ થાય કે ખરું સુખ તો નારીને ભોગવવામાં જ છે. પણ શૃંગારરસમાં ગળાડૂબ ડૂબેલા ભર્તૃહરિને એક ભયંકર ધક્કો વાગ્યો. ધક્કો લગાડનાર બીજું કોઈ નહિ પણ તે જ વહાલી પિંગળા જ હતી. વહાલાં માણસોનો ધક્કો બહુ હચમચાવી દેનારો હોય છે. પિંગળાના દગાબાજ ધક્કાથી ભર્તૃહરિનો જીવનમાર્ગ બદલાઈ ગયો. રાજપાટ, સંસાર છોડીને તે યોગી થઈ ગયો. પિંગળાએ મારેલો કારમો ઘા કેમે કરીને રુઝાતો નહોતો. દૂઝતા જખમમાંથી જે અમૃત ટપક્યું તે વૈરાગ્યશતક બન્યું. જો ભર્તૃહરિને પ્રિયજનનો આવો કારમો ધક્કો ન વાગ્યો હોત અને જખમો રુઝાઈ ગયા હોત તો કદાચ આપણને ‘વૈરાગ્યશતક’ ન મળ્યું હોત.

Comments