આપણે અને સમાજ - Swami Sachchidanand

આપણે અને સમાજ

By Swami Sachchidanand

  • Release Date: 1982-05-24
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત પ્રયન્ત્શીલ રહેલા છે. 

જુદાજુદા વિષય ઉપરની આ ચર્ચા જોકે વિષયની દ્રષ્ટીએ અપૂર્ણ જ છે, છતાં એ એક નીશીત દિશામાં અંગુલીનીર્દેશ કરી શકે તેટલી તો યોગ્યતા ધરાવતી જ હશે તેવો વિશ્વાસ છે. વિચાર અને પ્રસ્તુતીકરણમાં સદોષતા હોવાની પૂરી સંભાવનાનો સ્વીકાર કરીને એટલું તો કહી શકવાની ધ્રુષ્ટતા કરી શકું તેમ ચુ કે તેમાં માત્ર ચાવી ગયેલું ચીલાચાલુપણું નથી. તેમાં મૌલિકતા છે તથા સામાજિક અભિગમ છે. 

ધાર્મિક સમાનતા વિના ધર્મની હું કલ્પના કરી શકતો નથી. માનવ-માનવને કાલ્પનિક દીવાલોમાં વિભક્ત કરી કૃત્રિમ રીતે ઊંચનીચના ભેદો સરજી લીલાલહેર કરતી ધાર્મિકતા મારે મન ધાર્મિક અભિશાપ છે. ઘણાંની હીનતાના પાયા ઉપર થોડાંની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા મથનાર ધર્મ એ ધાર્મિક શોષણનો અન્યાયી માર્ગ છે. તેમાંથી સમાજને મુક્ત કરવો તે મારી અપેક્ષા છે. પ્રસ્તુત પુસ્તકમાં એ જોઈ શકાશે. સાથેસાથે વિજ્ઞાનના વિકાસથી હજારો દોષો ઊભા થશે—ખાસ તો ધાર્મિક મૂલ્યોને આઘાત થશે તેવી ભીતિ રાખનારા કદાચ થોડા અંશે સાચા હશે, પણ વિજ્ઞાનની ઉપેક્ષા કરી પથ્થરયુગની મધુર કલ્પના કરનારાઓને ખ્યાલ નહિ હોય કે વિજ્ઞાનનો અવરોધ તો વિનાશ જ હશે. વિશ્વની ગતિ સાથે ગતિ નહિ મેળવનાર ગૌરવપૂર્ણ જીવન નહિ જીવી શકે. વિજ્ઞાન વિના આર્થિક, રાષ્ટ્રીય તથા શૈક્ષણિક પાયમાલી જ થશે.

Comments